અંકલેશ્વર ના સારંગપુર મીરાનગર માં નવી ડ્રેનેજ લાઈન નાખી પણ પાણીનો નિકાલ ના થતા વ્યાપારી વર્ગ થી માંડી સ્થાનિક રહીશો નર્કાગાર સ્થિતિ માંથી પસાર થવા મજબૂર બન્યા છે. લાખો નો ખર્ચ કર્યા બાદ પણ મુખ્ય બજારમાં એક ફૂટ પાણી નો ભરાવો થયો છે. આજુબાજુ મેદાન માં વરસાદી પાણી તળાવ સર્જાયા હતો. પંચાયત માં વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ચૂંટણી બહાનું કાઢી લોકો સમસ્યા સામે આંખ આડા કાન કરતા પંચાયત સામે લોકોમાં રોષ ફેલાયો હતો. ખાસ કરી મીરા નગર સૌથી વ્યસ્ત બજાર અને વિસ્તાર છે. જ્યાં રોડ પર જ એક ફૂટ જેટલા પાણી ભરાવો થયો છે. તો અંતરિયાળ ભાગ માં ખુલ્લા મેદાન પાણી ના તળાવ બની ગયા છે. આજ વોર્ડ માં હાલ ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ વચ્ચે પંચાયત દ્વારા લોકો ની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. લોકો ગંદા પાણી માં પસાર થવા સાથે સૌથી વધુ સમસ્યા વેપારી વર્ગ ને નડી રહી છે. પંચાયત ની ઉદાસીન નીતિ ને લઇ વ્યાપરી વર્ગ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો લોકો માટે ભારે માથાનો દુખાવો બનાવ સાથે આગામી દિવસો માં પાણી જન્ય રોગ ફેલાવા ની દહેશત ઉભી થઇ છે.તેમજ વેપારીઓ જાતે જ પાણી નો રસ્તો કરવા ગટર ખોદી પાણી નો માર્ગ પર કે અન્ય તરફ કાઢતા ઝગડા નો ભોગ પણ બની રહ્યા છે. આ વચ્ચે વેપારીઓ દ્વારા આગામી દિવસો માં પંચાયત જો હલ નહિ લાવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.