Vaat Ankleshwarni

તાજા સમાચાર

ઓનલાઈન જુગાર માં દેવું વધી જતા યુવાન લૂંટ કરવા મિત્ર ના ઘર માં જ ચપ્પુ લઇ તેના માબાપ ને ગોલ્ડ આપવા માંગ કરી હોવાની ચોંકાવનારી હતી.

ઓનલાઈન જુગાર માં દેવું વધી જતા યુવાન લૂંટ કરવા મિત્ર ના ઘર માં જ ચપ્પુ લઇ તેના માબાપ ને ગોલ્ડ આપવા માંગ કરી હોવાની ચોંકાવનારી હતી.

જોષી દંપતી એ બુમાબુમ કરતા ઉભી પૂંછડીએ યુવાન ભાગી શ્રી દર્શન સોસાયટી નજીક આવેલ ઊંડી કાંસમાં કૂદી પડ્યો હતો.
શહેર એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી ચપ્પુ સાથે કૂદેલા લૂંટારુને પકડવા કાંસ માં કૂદી પડી અને પકડી પાડ્યો હતો.
સાથે ભણતા મિત્ર ના ઘર માં જ મોબાઈલ રીપેરીંગ કરતા મિત્ર એ જ લૂંટ કોશિશ કરી હતી.

ઓનલાઇન ગેમિંગ ની ધૂનકી યુવાનો ગુનાખોરી ના ચડાવી દેતા હોવાનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વર માં પ્રકાશ માં આવ્યો છે. અંકલેશ્વર ગુરુદ્વારા પાસે હસ્તી તળાવ રોડ પર રહેતો સોનુ કુમાર રામબાબુ કેસરી મોબાઈલ રીપેરીંગ વર્ક કરે છે. પણ આ જ  મોબાઈલ રીપેરીંગ વર્ક દરમિયાન ઓનલાઇન ગેમિંગ નું ઘેલું લાગતા માથે દેવું ચઢી ગયું હતું. દેવું ઉતારવા માટે શોર્ટકટ રસ્તો અપનાવવો લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. અને લૂંટ કરવા માટે પોતાની જોડે શાળા માં જ અભ્યાસ કરતા અને શ્રી દર્શન સોસાયટી માં રહેતા મિત્ર દેવાંશ ના ઘરે પહોંચી ગયો હતો. તેના માતા પિતા વિશાલ ભાઇ જોશી અને ખ્યાતિ જોડે રૂમ માં જમવા બેઠા હતા. તે દરમિયાન અચાનક રેનકોટ અને મોઢા પર કાળા નું કાપડ બાંધી દીવાલ કુદી અંદર પ્રવેશ્યો હતો. અને સીધો જ બેડરૂમ માં જમી રહેલા ખ્યાતિ બેન ના ગળા પર ચપ્પુ લગાવી ને ગોલ્ડ હોય તો કાઢી આપો કહેતા ગભરાયેલા બૂમ પાડતા જ બેડરૂમ માંથી દોડી આવી નલિન  ભાઈ પાસે ધસી આવ્યો હતો. અને તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. જો કે હિંમતભેર વિશાલ ભાઇ અને ખ્યાતિ બેન બુમાબુમ કરતા જ સોનુ કુમાર કેસરી ત્યા થી લોકો દોડી આવતા જ ભાગ્યો હતો. અને લોકો પીછો કરતા દીવા રોડ પર આવેલા વરસાદી કાંસમાં કૂદી પડ્યો હતો. આ દરમિયાન પોલીસ માં પણ જાણ કરતા શહેર પોલીસની ટીમ દોડી આવી હતી. જ્યાં લોકટોળું યુવક ને ધેરી ને ઉભું હતો પણ ચપ્પુ સાથે યુવક હોવાથી કોઈ હિંમત કરી રહ્યું ના હતું. દરમિયાન પોલીસ જવાનો સીધા જ કાંસ માં કૂદી પડ્યા હતા. અને ચપ્પુ ની પરવા કર્યા વગર યુવક પર તરાપ મારી પકડી પાડ્યો હતો. અને પોલીસ મથકે લઇ આવ્યા હતા. જ્યાં યુવક એ પોલીસ સમક્ષ પોતે ઓનલાઇન ગેમિંગ માં દેવું વધી જતા લૂંટ નું કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે  વિશાલ ભાઈ જોષી ની ફરિયાદ આધારે પ્રાથમિક લૂંટ ની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. ત્યારે ઓનલાઇન ગેમીંગ ના ચક્કર માં યુવાન ને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top