Vaat Ankleshwarni

તાજા સમાચાર

કડી-વિસાવદરમાં હાર બાદ કોંગ્રેસને સૌથી મોટો ફટકો, પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ પેટાચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યા છે.
ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. વાસ્તવમાં આજે ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસને બંને બેઠકો પર કારમી હાર બાદ હવે કોંગ્રેસ પ્રદેશ શક્તિસિંહ ગોહિલે સૌથી મોટો નિર્ણય લીધો છે. અહીં સૌથી મોટી વાત એ છે કે, તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પણ રેસના ઘોડા અને લગ્નના ઘોડા અંગે નિવેદન આપી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આ સાથે હજી ગઇકાલે જ જિલ્લા અને શહેર પ્રમુખોના નવા નામ જાહેર કર્યા બાદ હવે ખુદ પ્રદેશ પ્રમુખે જ રાજીનામું ધરી દીધું છે.
આજે આવેલ પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન હતા ત્યારે હવે પ્રદેશ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. તાજેતરમાં યોજાયેલ કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક પર જીત થઈ નથી. કડીમાં તો અનામત સીટ હોવાથી ખુદ જીગ્નેશ મેવાણીએ એ સીટ માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. જોકે આજે આવેલ પેટાચૂંટણીના પરિણામે ખરેખર બધાને ચોંકાવી દીધા છે. એક તો કડીમાં અને વિસાવદરમાં કોંગ્રેસની કારમી હાર તો વિસાવદરમાં ભાજપ નહિ પણ આપના ગોપાલ ઇટાલિયાની જીતથી રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે.

error: Content is protected !!
Scroll to Top