Vaat Ankleshwarni

તાજા સમાચાર

સુરત શહેર-જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યું, 2 કલાકમાં સાડા પાંચ ઈંચથી વઘુ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર પાણી જ પાણી

ગુજરાત ઉપર સર્જાયેલ અપર એરસર્ક્યુલેશનની અસર હેઠળ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો નહીં પણ ખાબક્યો હોય તેવુ લાગી રહ્યું છે. સુરત શહેરમાં આજે સવારના 8થી 10 સુધીના માત્ર બે કલાકના જ સમયગાળામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. આ બે કલાક સુરતીઓને એવુ લાગ્યું હતું કે આભ ફાટ્યું છે.

સવારના છથી સાંજના છ સુધીના બાર કલાકની વાત કરીએ તો, સુરત શહેરમાં સાડા નવ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના કામરેજમાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ચોર્યાસી, માંગરોળ અને માંડવીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

વરસાદને કારણે, સુરત શહેર નો કોઈ પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયું હોય. સુરતના દરેક વિસ્તારમાં વત્તાઓછા અંશે પાણીનો ભરાવો થયો હતો. અતિભારે વરસાદ વરસતા, જિલ્લા કલેકટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી.

error: Content is protected !!
Scroll to Top