Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરના ગડખોલ પાટીયાના અક્ષર આઇકોન શોપિંગ સેન્ટર નજીક પાર્ક કરેલ કારની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગ પાર્ક કરેલ ઇક્કો કારની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગમાં ઇક્કો કાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!
Scroll to Top