Vaat Ankleshwarni

તાજા સમાચાર

નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર બે સ્થળે ડાઈવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ

ભરૂચના નેત્રંગ પંથકના સામેલા ધાર વરસાદ વરસતા જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદી પાણીના કારણે વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના પગલે મોવી ગામથી ડેડીયાપાડા જતા માર્ગ પર આવેલ નાળુ વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયું હતું.નાળા પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ થઈ ગયો હતો.

બીજી તરફ નેત્રંગના ચોકલા અને પઠાર ગામ વચ્ચે અમરાવતી ખાડીના પાણી નાળા પરથી ફરી વળ્યા હતા જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. નેત્રંગ પંથકમાં ખાબકેલ ભારે વરસાદના પગલે નેત્રંગ નજીક વાલીયા અંકલેશ્વર માર્ગ પર ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસ સહિતનો વાહન વ્યવહાર થંભી ગયો હતો જેના કારણે મુસાફરો પણ અટવાયા હતા. નેત્રંગ પંથકમાં વરસેલ વરસાદના કારણે નદી નાળા જીવંત થઇ ઉઠ્યા હતા.

error: Content is protected !!
Scroll to Top