વડોદરા આમ તો સ્માર્ટ સિટી કહેવાય પરંતુ વડોદરાના કહેવાતા સ્માર્ટ શાસકો વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાય તો શું? તેનો જવાબ આપી શકતા નથી! આજે સુરતની જે દશા દુર્દશા જોવા મળી તેના પરથી અવર વડોદરાએ વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર મેડમ શ્રી પિન્કીબેન સોનીને પૂછ્યું ‘જો વડોદરામાં આવી પૂર જેવી સ્થિતિ સર્જાય તો શું?’
આપણે કેટલા સજ્જ! પણ આશ્ચર્ય વચ્ચે મેયરે મૌન ધારણ કરી લીધું,15 થી 20 સેકન્ડ સુધી મેયરે કોઈ જ પત્યુતર કે ઉત્તર આપ્યો નહીં મેયર પિન્કીબેન સોની નું મૌન અનેક સવાલો સર્જે છે પિન્કીબેન ને કદાચ વિશ્વાસ નહીં હોય કે કરોડોના ખર્ચ કર્યા બાદ પણ વિશ્વામિત્ર ની કામગીરી બરાબર થઈ છે કે કેમ? ખેર આવા મૌન મેયરના ભરોસે વડોદરા સ્માર્ટ બનશે ખરું? સવાલોના જવાબમાં મૌન રહી મેયરે પોતાની લાચારી અથવા તો વહીવટની અનઆવડત મૌન રહી છતી કરી દીધી હોય તેમ પણ લાગી રહ્યું છે!