અનેક પંચાયતમાં મોટા ઉલટફેર જોવા મળ્યા હતા.
જુના દીવા ગામ માં આઝાદી બાદ પ્રથમ વખત લઘુમતી સરપંચની જીત થઇ હતી.
અંકલેશ્વર – હાંસોટ તાલુકાના 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. ભાજપ- કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ હોય તેમને સમર્પિત કાર્યકરો ના ટેકેદારો અને તેમના વર્ચસ્વ પ્રસ્થાપિત કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માં પોતાનું સોકઠું ગોઠવા માટે ની પૂર્વક પરીક્ષા રૂપી પંચાયત ની ચૂંટણી માં આમ ભલે ભાજપ -કોંગ્રેસ સીધા મેદાન માં આવતા નથી.પણ તેમના સમર્પિત કાર્યકરો અને આગેવાનો પેનલ મેદાન માં આવતી હોય છે. ત્યારે આ ચૂંટણી એક જ પક્ષ ના બે નેતા પણ આમને સામને આવતા હોય છે. પંચાયતી રાજના સૌથી મોટો લોક ઉત્સવ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય હતી ત્યારે અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતો અને હાંસોટ તાલુકાના 4 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.
વરસાદી માહોલ વચ્ચે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શહેરમાં આવેલ ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં દિવા, સજોદ, દઢાલ ,કોસમડી. માંડવા, ધંતુરીયા, જુના દિવા, કોસમડી સહીત અન્ય મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના 160 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી 150 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
સવારે 8 વાગ્યાથી શરુ થયેલી ગણતરી સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી. બીજી તરફ હાંસોટ તાલુકાના 4 ગ્રામપંચાયતોની ચૂંટણી પણ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી.જે બપોર સુધીમાં પૂર્ણ થઇ હતી. આ વચ્ચે ચૂંટણી માં મતગણતરી મથક પર પંચાયત સરપંચ અને સભ્યો ના ટેકેદારો નું મોટી સંખ્યા માં જનસેલાબ જોવા મળ્યું હતું. એક પછી એક પંચાયત ના પરિણામ આવતા જ વિજેતા ના વરઘોડા નીકળ્યા હતા તો હારનાર ને પાછળ ના બારણે જતા નજરે પડ્યા હતા જીનવાલા સર્કલ પર હજારો કાર્યકરો અને ટેકેદારો વચ્ચે વિજેતા ના વરઘોડા નીકળતા જ પોલીસે ટ્રાફિક નિયમન એક તબક્કે કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે પોલીસ ની સયંમતા ની પરીક્ષા રૂપી પંચાયત ચૂંટણી મતગણતરી અને વિજય સરધસ ને શાંતિપૂર્ણ રીતે પાર પાડી મતગણતરી તંત્ર પૂર્ણ કરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી હતી.