પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ યાત્રા ને લઇ રૂટ પર જરૂરી સ્થળ અને પોઇન્ટ પણ ચેક કર્યા હતા.
250 થી વધુ પોલીસ દ્વારા યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખડેપગે બંદોબસ્ત કરશે.

આગામી 27 મી જૂનના રોજ અંકલેશ્વર કમાલી વાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ રથયાત્રા સવારે 1 કલાક વાજતે ગાજતે નીકળશે ત્યારે યાત્રા ને પોલીસ વિભાગ પણ સજ્જ થયું છે. યાત્રા અનુલક્ષી ને ગુરુવાર ના રોજ અંકલેશ્વર ડી વાય.એસ. પી ડૉ કુશલ ઓઝા ની અધ્યક્ષતા મા, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પ્રગ્નેશ સિંહ ચાવડા સાથે ફૂટ પેટ્રોલિંગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.કમાલી વાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિર થી યાત્રા રૂટ પર 100 થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા. તો પોલીસ દ્વારા રથયાત્રા નો રોડ મેપ આધારે પેટ્રોલિંગ કરી જરૂરી નિરીક્ષણ પણ કર્યું હતું અને પુનઃ મંદિર કહતે પરત ફરી ફ્લેગ માર્ચ સંપન્ન કરી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા ચાલુ વર્ષે બોડી કેમ સાથે પોલીસ જવાનો યાત્રા સાથે રહેશે. 1 ડીવાયએસપી, 2 પીઆઈ. 6 પી.એસ.આઈ. તેમજ 112 પોલીસ જવાનો અને 22 મહિલા પોલીસ ખડેપગે બંદોબસ્ત માં રહેશે.પોલીસ ની મદદ માં 3 એસ. આર. પી સેક્સન ટીમ અને 55 હોમગાર્ડ અને 70 જીઆરડી પણ ફરજ બજાવશે. પોલીસ ની વિશેષ સર્વેલન્સ સ્કોર્ડ ની એક ટીમ તેમજ ભરૂચ એસ.ઓ.જી, એલ.સી.બી , પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ પણ બંદોબસ્ત માં જોડાશે. તો પીક પોકેટર માટે પણ પોલીસ અલગ થી સિવિલ ડ્રેસ કોર્ડ માં તૈનાત રહેશે.