વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55થી વધુના કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.હાલ તો વરસતા વરસાદમાં પણ આ માર્ગની કામગીરી ચાલતી રહી છે.તેમજ જ્યાં ખાડા પડયા છે.ત્યાં ભર ચોમાસામાં વરસતા વરસાદમાં જ પેચવર્ક પણ કરવામાં આવી રહ્યું છે.