હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું
મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા
પાટોત્સવ નિમિતે મહાપ્રસાદી સહીત મહાપૂજા નું પણ આયોજન કરાયું હતું.
અંકલેશ્વર ના જૂના બોરભાઠા ગામ ખાતે આવેલ ખોડલધામ મંદિર ના 13 માં પાટોત્સવ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિર ના મહંત ધનેશભાઈ આહીર ની ઉપસ્થિતિ માં સવાર થી જ પૂજા અર્ચના, હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ માં આસપાસ ના ગામ સહિત અંકલેશ્વર ના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માઁ ખોડલ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મંદિર પ્રાગણ માં મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે. તેમાં પણ મોટી સંખ્યા માં ભક્તો ઉમટી પ્રસાદી નો લ્હાવો લીધો હતો.