અંકલેશ્વર જીઆઇડીસી માં ટેમ્પા માં કોબ્રા ઘુસી જતા ફફડાટ ફેલાયો હતો
ટેમ્પામાં ઘુસેલા ઝેરી કોબ્રા સર્પને જીવદયા પ્રેમી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
સાપને વનવિભાગને સુપ્રત કરી યોગ્ય વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે.
વરસાદી માહોલ વચ્ચે સુરક્ષિત સ્થાન અને ભોજન ની શોધ માં પુનઃ સરીસૃપ રહેણાંક વિસ્તાર તરફ પ્રયાણ કર્યું છે. શનિવાર ના રોજ અંકલેશ્વર માં આવેલ જુના નેશનલ હાઇવે નંબર 8 પર માનસી શો રૂપ પાછળ એક અત્યંત ઝેરી કોબ્રા ટેમ્પા માં ઘુસી ગયો હતો. ટેમ્પા ની ચેચિસ નો બોડી ની એંગલ માં જઈ બેસી ગયો હતો. જેને ટેમ્પો ચાલક જોતા જ બહાર નીકળી આવી આ અંગે જીવદયા પ્રેમી ને જાણ કરતા જીવદયા પ્રેમી સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને ભારે જહેમતે ટેમ્પા ની ચેચીસ માંથી બહાર કાઢ્યો હતો. જે બાદ તેને સુરક્ષિત રીતે મુક્ત કરવા માટે વન વિભાગ ને સુપ્રત કર્યો હતો. વન વિભાગ દ્વારા જીવદયા પ્રેમી ની મદદ થી કોબ્રા ને સુરક્ષિત સ્થળે મુકત કરવા માટે ની તજવીજ શરૂ કરી હતી.