Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાં ગેરકાયદેસર લઇ જવાતી 15 ભેંસ મુક્ત કરાવી હતી.

આણંદ થી સુરત તરફ મૂંગા પશુ કતલ કરવાના ઇરાદે લઇ જવામાં આવી રહ્યા હતા.
જન સુવિધા કેન્દ્ર ગૌ રક્ષક સુરત ની ચોક્કસ માહિતી આધારે પોલીસે ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી.
ભેંસો મુક્ત કરી ગૌશાળા ખાતે મોકલી આપી હતી.

બનાવની વિગતો અનુસાર સુરતના સાયણ ની નીલમ નગર સોસાયટીમાં રહેતા અને જન સુવિધા કેન્દ્ર ગૌ રક્ષક રામ તુલસી પટેલ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી કે આણંદ સામરખા ગામના નબી હાજીભાઈ એ ટાટા ટ્રકમાં કતલના ઇરાદે પશુ ભરી આપ્યા છે.જે ટ્રક અંકલેશ્વર હાઇવે પરથી પસાર થનાર છે. તેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ ટેક્સ પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલ 15 જેટલી ભેંસો મળી આવી હતી.પોલીસને જોઈ ટ્રકનો ક્લીનર ફરાર થઇ ગયો હતો.પોલીસે પાટણના સિદ્ધપુર તાલુકાના વાધણા ખાતે રહેતો ટ્રક ચાલક આરીફ અબ્દુલ્લા રાજ મોહમંદ માંકણોજીયાને ઝડપી પાડી તમામ પશુઓ મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!
Scroll to Top