અંકલેશ્વરમા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન માટે ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું ,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણ,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા