ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆત થી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા. શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?