મહાવીર ટર્નીંગ રોડ પર ચોમાસા પણ ડામર ટાયરો માં ચોટ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
સુરવાડી ટી બ્રિજ 104 કરોડના ખર્ચે નિર્માણ થયું પણ 4 વર્ષમાં જ સળિયા બહાર આવવા સાથે કામ ખરાબ ગુણવત્તા સામે આવી છે.
મહાવીર ટર્નીંગ પર વર્ષો ની સમસ્યા થી નિજાત મળી પણ હવે હલકી ગુણવત્તા ના ડામર એ ગાડી ઓ સાથે રોડ બગાડી રહી છે.
અંકલેશ્વર સુરવાડી ટી બ્રિજની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. 2021 માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પિત થયેલા આ બ્રિજમાં હવે સળિયા બહાર દેખાવા લાગ્યા છે.104.80 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજમાં માત્ર એક વર્ષમાં જ ખાડા પડવા શરૂ થયા હતા. અચાનક ગત રોજ તંત્ર જાગ્યું હતું. અને જ્યાં જ્યાં સળિયા દેખાતા હતા ત્યાં સિમેન્ટ કોન્ક્રીટ નો કોલ વડે પ્લાસ્ટર કરી બધું સમુસુતરું કરવાની કોશિશ તંત્ર એ કરી હતી જો કે આ મહેનત પાણી માં જતી હોય એમ માંડ 24 કલાક થયા ત્યાં તો પુનઃ સોમવાર ના રોજ સળિયા દેખવા સાથે પ્લાસ્ટર મા પોપડા ઉખડી કાંગડા પડવાની શરૂઆત થઇ હતી. જેને લઇ પુનઃ ઇજારદાર ની ખરાબ ગુણવત્તા ની કામગીરી ખુલ્લી પડી જવા પામી હતી.
બીજી તરફ માર્ગ અને વિભાગ દ્વારા મહાવીર ટર્નીંગ ની સૌથી જટિલ સમસ્યા રોડ પર પાણી ફરવા ની નિવારણ સાથે તકલાદી રોડ ના મજબૂતીકરણ કરવામાં આવ્યું છે. અને રોડની બંને તરફ વરસાદી પાણીનો કાંસ સાથે સમસ્યા નો અંત લાગવા સાથે રોડ લેવલ ઉંચુ કરી મજબૂતી કારણ તો આપ્યું છે. જો કે ઇજારદાર એ તેમની આ મહેનત પર પાણી ફર્યું હોય એમ રોડ પર લાગેલું ડામર લેયર ઉખડવા લાગવા સાથે રોડ ની મજબૂતીકરણ ને હાનિ પહોંચાડી રહી છે. તો ડામર ઉખડી લોકો ની ગાડી પર ચોંટી રહ્યું છે. જેને લઇ વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ટી બ્રિજ અને મહાવીર ટર્નીંગ ના કામ ને લઇ તંત્ર પર માછલાં ધોવાય રહ્યા છે ત્યારે ઇજારદાર સામે તકલાદી કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વાહન ચાલકો કરી રહ્યા છે.