અંકલેશ્વર કેશવ પાર્ક વિસ્તારમાં શ્વાનના ત્રાસના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે શ્વાનને પકડવા પાલિકામાં રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પીરામણ રોડ પર આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં શ્વાનના હુમલાના બનાવો બનતા સ્થાનિક રહીશો માં ભયનો માહોલ જોવા મળ્યો છે ઘણા સમયથી શ્વાન દ્વારા સ્કૂલે જતા બાળકો તેમજ રહીસો પર હુમલા કરવાના પ્રયાસો કર્યા હતા વારંવાર હુમલો કરવાનો પ્રયાસ કરતા સ્થાનિકો દ્વારા અંકલેશ્વર નગરપાલિકા માં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો, ભયનો માહોલ વચ્ચે રહેતા રહીસો શ્વાનને પકડવા માટે વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી. સ્થાનિકો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિના થી આ સ્થિતિ છે. અને પાલિકા આ અંગે અગાઉ પણ રજુઆત કરી છે. 3 થી વધુ લોકો ને બચકાં ભર્યા છે. તો એકલ દોકલ આવતા વ્યક્તિ પર શ્વાન ટોળું બનાવી હુમલો કરે છે. જેને લઇ સોસાયટી માં બાળકો ને રમવા કે બહાર રાખવા પણ રહીશો ડરી રહ્યા છે. તો અહીં જ શ્રવણ વિદ્યાભવન સ્કૂલ આવેલ છે. જ્યાં હજારો બાળકો ભણે છે તે બાળકો પાછળ પણ કુતરા દોડતા હોવાની ફરિયાદ સોસાયટીના રહીશો એ કરી હતી.