Vaat Ankleshwarni

તાજા સમાચાર

હાંસોટ ની પંડવાઈ સુગર ફેક્ટરી બેસ્ટ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરી લી. દ્વારા આયોજીત કોર્પોરેટીવ સુગર ઇન્ડસ્ટ્રીઝ કોન્વરસેશન 2025 અને નેશનલ એવોર્ડ સમારંભ માં ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે હાંસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેક્ટરી વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ મળ્યો હતો.સુગર ફેકટરીના ચેરમેન અને અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ અંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્ત નું પ્રતીક છે. આ સિદ્ધિ તમામ ડિરેક્ટર, તમામ વિભાગના વડા, એન્જીનીયર, કેમીસ્ટ, કર્મચારી સહીત સભાસદ મિત્રો/ખેડૂત મિત્રો અને સહયોગીઓ સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે.અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ

error: Content is protected !!
Scroll to Top