Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા જનજાતિ વિસ્તાર ના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલ “ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના 12 થી 13 ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓના લાભ મળી રહે એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો .ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાનનો હેતુ છે કે અંતિમ પાંતિએ ઉભેલા વ્યક્તિ સુધી સરકારી લાભો પુરી અસરકારકતાથી પહોંચે. આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમો યોજાશે અને લોકોને દસ્તાવેજીકરણ તેમજ યોજનાઓના લાભ મેળવવામાં મદદ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપુત,ગામના સરપંચ,તેમજ આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!
Scroll to Top