અંકલેશ્વર ના સારંગપુર ગામ ખાતે મદની નગર કહતે રહેતા સબાનાબાનુ સાજીદ મલેક ગત રોજ પોતાનું ઘર બંધ કરી સોસાયટી માં જ રહેતા પોતાના ભાઈ સિરાજુદ્દીન ના ઘરે મોહરમ પર્વ ને લઇ રાત્રી રોકાણ કરવા ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, અને ઘર માં રહેલા કબાટ તેમજ તિજોરી માં ખાંખાખોળા કરી અંદર રહેલી 30 હજાર રોકડ તેમજ ચાંદી ના અંદાજે 500 ગ્રામ વજન ના દાગીના અને સોના ના 8 થી 10 તોલા ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે સબાનાબાનુ સાજીદ મલેક ઘરે આવતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા આ અંગે તેમના ભાઈ સિરાજુદ્દીન જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને પ્રાથમિક વિગતો મેળવી ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી એફ.એસ.એલ અને ડોગ સ્કોર્ડ નિષ્ણાંત ની મદદ તપાસ શરુ કરી હતી.