Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર  શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગતરાત્રીના શહિદે કરબલાની યાદમાં યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજીયા ના ઝુલુસ નીકળ્યા હતા.

અંકલેશ્વર શહેર તથા તાલુકામાં પણ હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે, ત્યારે યા હુસેન…ના નારા વચ્ચે અંકલેશ્વર શહેરના મુખ્ય મુસ્લિમ વિસ્તાર એવા કસ્બાતી વાડ, હજરત હાલીમશાહ દાતાર ભંડારી, અંસાર માર્કેટ, કાગઝીવાડ, સેલારવાડ, કસાઈવાડ, તાડફળિયા સહિત વિવિધ  વિસ્તારોમાં તાજીયાનું ઝુલુસ નિકળ્યું હતું  શહેર માં 25 થી વધુ સ્થળે થી તાજીયા નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને રાત્રે નર્મદા નદી માં  તાજીયા નું વિસર્જન કરવામાં આવ્યું હતું .તાજીયાનું ઝુલુસ દરમ્યાન કોઈ અનિચ્છનીય  બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ઉપરાંત અંકલેશ્વર ગ્રામ્ય અને જીઆઇડીસી માંથી પણ તાજીયા ઝુલુસ નીકળ્યા હતા. અંકલેશ્વર અંસાર માર્કેટ ના ચાંદી ના તાજીયા જુલુસ એ આકર્ષણ જમાવ્યું હતું. તો ચાલુ વર્ષે સર્વોદય નગર ના 30 ફૂટ ઉંચા લાકડા ના કલાત્મક તાજીયા એ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. ઠેર ઠેર શરબત વિતરણ તેમજ તાજીયા જુલુસ સાથે સાથે યુવાનોના લાકડી , ટ્યુબલાઈટ અને અગ્નિ ના દંડા સાથે ના દાવપેચ જોવા ભીડ જોવા મળી હતી. રાત્રી ના હઝરત હલીમશા દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે તાજીયા સંપન્ન થયા બાદ. તાજીયા કમિટી દ્વારા મુલ્લા વાડ ભંડારી હોટલ ખાતે સરકારી અધિકારીઓ, પાલિકા તેમજ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો નું વિશેષ સન્માન કરાયું હતું. શાંતિપૂર્ણ રીતે તાજીયા સંપન્ન થતાં પોલીસ અને તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top