Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં નવા બનેલા ખરોડ અંડરપાસ બ્રિજ  માં ગાબડાં પડ્યા હોવાનું સામે આવ્યું છે.

  • એક મહિના પહેલા જ શરુ થયો અને પ્રથમ ચોમાસામાં મસમોટા ગાબડાં પડ્યા હતા. 
  • બ્રિજ પર ગાબડાં માં બ્લોક બેસાડી ઈજારદાર પૂરવા ની કવાયત શરુ કરી હતી.
  • કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ બ્રિજ જે તે કોન્ટ્રાક્ટર પોળ ઉઘાડી પડી કરી છે
  • સુરત તરફ નો માર્ગ ચાલુ રાખી વડોદરા લેન માં હાલ ગાબડાં પુરવાની કામગીરી શરુ કરાઈ હતી.
  • બ્રિજ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર કામ ખોરંભે ચઢાવી કામગીરી હલકી કક્ષા ની કરી નાખી છે. 

નેશનલ હાઇવે નંબર 48 પર જીવલેણ અકસ્માત ને લઇ બ્લેક સ્પોટ તરીકે જાણીતી ખરોડ ચોકડી પર એન.એચ.આઈ દ્વારા 6 વર્ષ પૂર્વે અંડરપાસ બ્રિજને મંજૂરી આપી કામગીરી શરુ કરાવી હતી. કામગીરી મંથર ગતિએ અને વારંવાર બંધ રાખી સમય મર્યાદા કરતા વધુ સમય લીધા બાદ આખરે એક મહિના પૂર્વે જ આખરે ચોમાસા પૂર્વે શરુ કરવામાં આવ્યો હતો. જે બ્રિજ ને શરુ થયા ને એક મહિના માજ અંકલેશ્વર માં પડેલા ધોધમાર ને ખાંગા પાડી દીધા છે. બ્રિજ ની વડોદરા તરફ જતી લેન માં એપ્રોચ રોડ પર મસમોટા ખાડા પડ્યા હતા. તો બ્રિજ પર પણ ખાડા જોવા મળી રહ્યા છે. જેને લઇ હાલ એક લેન બંધ રાખી સમારકામ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ ઇજારદાર ની વેઠ ઉતારતા જોવા મળ્યા છે. અને રોડ ખાડા માં બ્લોક બેસાડી લીપાપોતી કરી રહ્યા છે. ટૂંકા ગાળા માં બ્રિજ ની ક્ષમતા સામે સવાલ ઉભા થયા છે. બ્રિજ કામગીરી નબળી હોવાના પુરાવા આપતા ગાબડાને લઇ વાહન ચાલકો માં રોષ ફેલાયો છે. બ્રિજ વડોદરા તરફ નો લેન બંધ રહેતા  બ્રિજ નીચેના એપ્રોચ રોડ પર વાહન કતાર જોવા મળી હતી.

error: Content is protected !!
Scroll to Top