અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ માંથી પસાર થતી અમરાવતી નદી માં આજરોજ મગર નજરે પડતા લોક ટોળા જામ્યા હતા. નર્મદા નદી માં વિલિન થતી અમરાવતી નદી માં વરસાદી પાણી સાથે મગરો ચોમાસા દરમિયાન ખોરાક ની શોધ માં અમરાવતી નદી અને આમલાખાડી માં પ્રવેશી જતા હોય છે. ત્યારે આજરોજ નૌગામા ગામ પાસે નદી ના પટ માં એક મગર નું બચ્ચું કિનારે જોવા મળ્યું હતું. જેને સ્થાનિકોની જયારે પડતા તેનો વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી હતી. પાણી બહાર અન્ય પક્ષી નજીક બેઠેલા મગર ને લઇ લોકો ના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે પણ અહીં મહાકાય મગર નજરે પડ્યો હતો. ત્યારે નર્મદા નદીના પટ માંથી આશ્રયસ્થાન બનેલી અમરાવતી નદી માં મગરનું આવાગમન વધી રહ્યું છે. અને નવા આશ્રયસ્થાન ઉભા કરી રહ્યા હોવાની પ્રતીતિ થઇ રહ્યું છે.