અંકલેશ્વર ના નોબલ માર્કેટમાંથી 4 આરોપી ઝડપી પાડ્યા હતા.
5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
યુપીના ચોર ગેંગ પોલીસ થી બચવા અંકલેશ્વરમાં ચોર ની મદદ લઇ છુપાયા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર ના નોબલ માર્કેટમાંથી મહારાષ્ટ્રના ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી કેબલ ચોરીના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે નોબલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી એમ.એચ. પાસિંગની એક બાઇક અને બોલેરો પિકઅપ સહિત કુલ રૂ. 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓના મોહમ્મદ આલમ મનીયાર, દિપક કપિલદેવ તિવારી, રામવિલાસ ચીકનું યાદવ અને ગોવિંદ અવધ રામ યાદવ ને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હતા. મોહમ્મદ આલમ અને દિપક તિવારી પુના જિલ્લામાં રહે છે, જ્યારે રામવિલાસ યાદવ પણ પુનાના ગાયકવાડ નગરમાં રહે છે. ગોવિંદ યાદવ અંકલેશ્વર નોબલ માર્કેટમાં રહે છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે.