- 5 સ્થળે 100 મીટર લાંબુ પેચ વર્ક કરાયું કરાયું છે.
- વરસાદ ના વિઘ્ન વચ્ચે હજુ પણ 24 કલાક સુધી કામગીરી ચાલુ રહેશે.

ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ વચ્ચે અનેક માર્ગો ગાબડાં પડ્યા છે. આ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર પણ ભારે વરસાદના પગલે ભરૂચ થી સુરત ના પલસાણા સુધી માર્ગ પર મસમોટા ગાબડાં હતા અને રસ્તા ના આ ખાડા ટ્રાફિક અવરોધી રહ્યા હતા. આ વચ્ચે એન.એચ.આઈ દ્વારા છેલ્લા 48 કલાક થી ખાડા પુરવા માટે મેગા બ્લોક લેવા માં આવ્યો છે. જે અંતર્ગત 70 કિમિ હદમાં 2 હોટ મિક્સ પ્લાન્ટ ઉભા કરીને 21 ટ્રેક્ટર , 3 રોલર 2 પેવર મશીન અને 6 જેસીબી ની મદદ થી ચાલી રહેલી કામગીરી ચાલી રહી છે. છેલ્લા 48 કલાક માં 142 શ્રમિકો સાથે કામગીરી અવિરત કામગીરી કરતા હાઇવે પર અત્યાર સુધી 385 કરતા વધુ ખાડા પૂરવામાં આવ્યા છે. તો 100 મીટર ના લાંબા ડામર પેચ વર્ક પણ 5 સ્થળે કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી 24 કલાક સુધી કામગીરી ચાલુ રહેશે. વરસાદ ના વિઘ્ન વચ્ચે સતત 72 કલાક ની મેરેથોન કામગીરી વધે હાઇવે પર ના ખાડા દૂર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે આગામી દિવસો માં પણ વરસાદ ને પડતા ખાડા માટે સમયાંતરે કામગીરી ચાલુ રહેવાની હોવાનું એન.એચ. આઈ દ્વારા જણાવ્યું હતું.