
નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોએશન દ્વારા એક અર્જન્ટ મીટીંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા ના પ્રમુખ પણા હેઠળ મળી હતી, જેમાં તેઓએ ચર્ચા કરી હતી કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટ માં રજૂ કરવામાં આવેલ તેમને ગુનાના કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના સુરતના એડવોકેટ ગોપાલ ઇટાલીયા રાજપીપળા કોર્ટમાં જવા માટે નીકળેલા તેમને પ્રથમ તો રાજપીપળા પહોંચતા પહેલા જ નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં જ અટકાવી દેવામાં આવેલા હતા ત્યારબાદ તેઓ રાજપીપલા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરીકેટિંગ લગાડી દઈ તેમજ કોર્ટનો દરવાજો બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતા અટકાવેલા અને તેમની સાથે તેમજ તેમની સાથેના જુનિયર વકીલોને સાથે પણ પોલીસે ઘણી જીભાજોડી કરેલી અને તેમની સાથે બેહુદુ વર્તન કરેલ જેના સમાચાર વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા, નર્મદા પોલીસની કામગીરી સામે સમગ્ર દેશમાં વકીલ આલમ માં ભયંકર રોષ ની લાગણી ફેલાઈ હતી, વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર પણ એક વકીલ હતા તેમણે બંધારણમાં વકીલોને ખાસ વિશેષ દરજ્જો આપેલ છે અને વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે નવાજવામાં આવેલ છે, વકીલ એ કોર્ટનો અભીન્ન ગણવામાં આવે છે, તેવા સંજોગોમાં વકીલને જો કોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે તો કોર્ટની કાર્યવાહી જ નહી થઈ શકે અને તેવા સંજોગોમાં રાજપીપળા ની ઘટનાને ઝઘડિયા વકીલ મંડળ તમામ સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને પક્ષા પક્ષીને બાજુ પર રાખી એક વકીલ મિત્ર સાથે આવી બર્બરતા કરનાર પોલીસ અધિકારીઓ સામે સખતમાં સખત પગલા ભરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ વકીલ મિત્ર સાથે આવું બેહુદુ કૃત્ય ન કરે તે માટે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા માટે સખત શબ્દોમાં જણાવી છે અને આ ઠરાવની નકલ રેન્જ આઇજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું.