ગંભીરા બ્રિજ એ તંત્ર ને અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ ની ગંભીરતા ધ્યાને લાવી છે.સળીયા દેખાતા સ્થળ પુનઃ નિર્માણ શરુ કર્યું
- એક માર્ગ બંધ કરી જેસીબી વડે જર્જરિત ભાગ દૂર કરી પુનઃ આરસીસી સ્ટ્રક્ચર ઉભું કરવા કામ શરુ કર્યું
- વારંવાર થીગડાં બાદ હવે સમસ્યા ના મહદ અંશે નિકાલ નો પ્રયાસ કરાઈ રહ્યો છે.
અંકલેશ્વર શહેરની ટ્રાફિક સમસ્યા અને ફાટક ની ઝંઝટ માંથી મુક્તિ મળે તે માટે સાત વર્ષે બની રહેલા અને છેલ્લા 4 વર્ષથી કાર્યરત ગડખોલ ટી બ્રિજ રચના કન્સ્ટ્રકશન ની કામ ની પોલ ખોલી નાખી હતી. અને છેલ્લા 2 વર્ષ થી બ્રિજ પર પ્રતિ વર્ષ સળિયા બહાર દેખા દેવા લાગ્યા છે. જે અને અહેવાલ આવતા જ ત્વરિત બીજા દિવસે બ્રિજ પર પ્લાસ્ટિક ની લીપાપોતી થઇ રહી છે. જો કે જે પણ વરસાદ પડતા જ નીકળી જાય છે. આ વચ્ચે 3 દિવસ પૂર્વે વડોદરા ના ગંભીર બ્રિજ ના ગોઝારા અકસ્માત બાદ રાજ્યભરના તમામ જુના પુલ બાબતે સવાલ ઉઠી રહ્યા છે. અને તેની ચકાસણી પણ કલેક્ટર કક્ષા એ થી શરુ થઇ છે. આ વચ્ચે અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ ના ગાબડાં હવે તંત્ર ને ધ્યાને આવ્યા છે. ગંભીરા બ્રિજ ની હોનારતે ગડખોલ ટી બ્રિજ ની ગંભીરતા ધ્યાને લેતા ગડખોલ ટી બ્રિજ પર સમારકામ શરુ કર્યું છે. જેમાં બ્રિજ સળીયા પાસે નો સ્લેબ ને જેસીબી વડે તોડી પાડી તેના રી આર.સી.સી વર્ક શરુ કરવામાં આવ્યું છે. જે માટે એક તરફ પ્રતિન ચોકડી થી ભરૂચ તરફ જતો માર્ગ પણ બંધ કરી સમારકામ શરુ કરવામાં આવ્યું છે. મોડે મોડે થીંગડા ના બદલે હવે વહીવટી તંત્ર અંતે સમસ્યાનો મહદઅંશે નિકાલ કરવાનો પ્રયાસ શરુ કરાયો