Vaat Ankleshwarni

તાજા સમાચાર

વડોદરા શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં આજે વહેલી સવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે

વડોદરાની હરિભક્તિ એસ્ટેટમાં આવેલી ઓશિકા ગાદલા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગની જાણ થતાં જ વડોદરા મ્યુનિસિપલ ફાયર વિભાગના સાત જેટલા ફાયર ફાઇટર તાત્કાલિક લાશ્કરો સાથે ઘટનાસ્થળે દોડી ગયા.ફેક્ટરીમાં ગાદલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રૂ અને ફોમનો મોટો જથ્થો હોવાથી આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.આગ બૂઝાવવા માટે ફાયર વિભાગે ચારેય બાજુથી પાણીના મારો ચલાવ્યા અને લાંબી જહમતો બાદ આગને નિયંત્રણમાં લેવામાં સફળતા મેળવી.હાલ સુધી આગ લાગવાનું ખરેખર કારણ અસ્પષ્ટ છે. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર વિભાગ પણ વધુ તપાસમાં લાગી ગયો છે.સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેને કારણે ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

error: Content is protected !!
Scroll to Top