Vaat Ankleshwarni

તાજા સમાચાર

મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા 23 મો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા 23 મો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.માં શારદા ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમ 100 વિદ્યાર્થીઓ અને ટ્રોફી, ડોક્યુમેન્ટ ફાઇલ, તથા પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું.સમાજ ના દાતા શ્રી ઓ નું પણ સન્માન કરાયું હતું. નવા પ્રમુખ તરીકે ચેતન ગોળ વાલા નિમણૂક કરાઈ હતી.

મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શૈક્ષણિક વર્ષ 2024-25 ના વર્ષ માં ગુજરાત બોર્ડ ના તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સન્માન સમારોહ માં કુલ 100 વિર્ધાથી નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રાજપીપળા કલેકટર સંજયભાઈ મોદી, પૂર્વ મોઢ ઘાંચી સમાજ અંકલેશ્વર પ્રમુખ પ્રકાશભાઈ મોદી, તેમજ સમાજ ના આગેવાનો સમાજ ના ટ્રસ્ટી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો આગામી 3 વર્ષ માટે સમાજના પ્રમુખ તરીકે ચેતન ગોળ વાલા ની રાહબરી હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો સમાજના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ ના દાતા ઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!
Scroll to Top