વડોદરા શહેરમાં ફરી એકવાર રોગચાળો વકરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં ડેન્ગ્યુના 70થી વધુ કેસો સામે આવ્યા છે, જેના પગલે તંત્ર અને નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લાં 12 દિવસમાં 15 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જયારે એસ.એસ.જી. હોસ્પિટલના આંકડાઓ વધારે ચોંકાવનારા છે હોસ્પિટલના ચોપડે 50 કેસ નોંધાયેલા છે.
હાલમાં શહેરમાં ડેન્ગ્યુના 70થી વધુ એક્ટિવ કેસ છે. સતત વધી રહેલા આંકડા જોતા તો લાગે છે કે સ્થિતિ ગંભીર બનતી જાય છે.
એસ.એસ.જી હોસ્પિટલની ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સામાન્ય દિવસોની તુલનામાં હવે દરરોજ સરેરાશ 200 જેટલા વધુ દર્દીઓ હોસ્પિટલમાં જોવા મળે છે
ડેન્ગ્યુના કેસો વધતા તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ અને એન્ટી લાર્વા દવાનો છંટકાવ શરૂ કર્યો છે. નાગરિકોને પણ સાવચેતી રાખવા અને ઘરઆસપાસ પાણી ન ભેગું થવા દેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.