Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર: GIDCમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા. ત્યારે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે.અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અટલજી જોગર્સ પાર્ક નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ ઝુંવેશ દરમ્યાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

error: Content is protected !!
Scroll to Top