
પાંચ દિવસ પહેલા સુરતના પુણે પાટિયા પાસે એક યુવકે ટ્રક નીચે કૂદીને આત્મહત્યા કરી હતી. આ યુવકની આત્મહત્યાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે.
ફૂટેજમાં જોવા મળે છે કે નિલેશ નામનો યુવક થોડીવાર ત્યાં મોટી ગાડીની રાહ જોતો ઉભો હતો. તે તેની બહેનના સસરા સાથે ત્યાં હાજર હતો. નિલેશે તેની બહેનના સસરાને દુકાને મોકલ્યો અને તે પછી એક ટ્રક આવતાની સાથે જ તે તેની નીચે કૂદી ગયો.
નિલેશ ટ્રક નીચે સૂઈ ગયો, અને ટ્રકનું પાછળનું ટાયર તેના ઉપરથી પસાર થઈ ગયું. ટ્રકના ટાયરને કારણે નિલેશનું ઘટનાસ્થળે જ મોત થયું.
જોકે, યુવકની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.