CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર પાનોલી પોલીસ મથક પી.આઈ. એસ.એમ. દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા. જેને સ્ટ્રેસ કરી શોધી કાઢવામાં આવ્યા હતા. અને તેને તેના મૂળ માલિક ને બોલાવી સુપ્રત કરવામાં આવ્યા હતા. પોલીસે રૂ.2.09.093ની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં સફળતા મેળવી છે.