જિલ્લા કલેકટર ની ઉપસ્થિત માં તાલુકા સેવા સદન અંકલેશ્વર કમ્પાઉન્ડ માં 250 રોપા નું વાવેતર કરવામાં આવ્યું હતું.

એક પેડ માં કે નામ અંતર્ગત અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ની કચેરી મુલાકાત દરમિયાન યોજવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત તમામ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી માં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એસડીએમ ભવદિપ સિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ અન્ય અધિકારીઓ દ્વારા 250 થી વધુ રોપા નુ વાવેતર કરી સંકુલ માં ગ્રીન સેડ ઉભો કરવાની કવાયત શરુ કરી હતી.