Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર – હાંસોટ રોડ પર ધંતુરીયા પાટિયા પાસે ટ્રાવેલ્સ ગાડી ની અડફેટે બાઇક સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. 7 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું.

12 જુલાઈ સાંજે બનેલી અકસ્માત માં ટ્રાવેલ્સ ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જુના દીવા ગામ ખાતે રહેતા વસંત ભાઈ ચંદુભાઈ વસાવા પોતાની ટી.વી. એસ.મોટર સાઇકલ લઇ અંકલેશ્વર થી હાંસોટ તરફ કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાન ધંતુરીયા પાટિયા પાસે સાંજે 5:30 કલાક ના અડસમાં માં અજાણ્યા ટ્રાવેલ્સ ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા તેઓ બાઈક સાથે રોડ પર પટકાયા હતા. તેને ગંભીર રીતે રીતે ઇજા પહોંચતા પ્રથમ હાંસોટ ની કાકા બા હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું 7 દિવસ ની સારવાર બાદ ગત રાત્રી ના 12 :30 કલાકે મોત નીપજ્યું હતું. ઘટના અંગે રૂરલ પોલીસ એ ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ મૃતક ની પત્ની જશોદાબેન ની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

error: Content is protected !!
Scroll to Top