કેનાલ વડે 120 કિમિ અંતર કાપી અંકલેશ્વર અને હાંસોટ ના 46656 હેક્ટર જમીન ખેતર હરિત ક્રાંતિ લાવી છે.
50 વર્ષથી અંકલેશ્વર તાલુકાના હાંસોટ તાલુકા 149 ગામ , નગરપાલિકા , 2 ઔદ્યોગિક વસાહત માં 3000 થી વધુ ઉદ્યોગ અવિરત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
4 લાખ કરતા વધુ લોકો ખેતર માટે 512 કિ મી નું બને તાલુકામાં ઇન્ટરનલ કેનાલ માર્ગ છે.
હાંસોટ ના કંટીયાજાળ નર્મદા સંગમ સ્થાન સુધી તાપી નું પાણી ખારાશ પડેલી ને જીવતદાન આપ્યું છે.
ભરૂચ જિલ્લો જ્યાં માં નર્મદા સમુદ્ર માં વિલીન થાય છે. અને જેના પાણી આખા ગુજરાત , રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ના વિસ્તાર પાણી પૂરું પાડે છે. એ માં નર્મદા ના કિનારે વસેલા સૌથી પ્રાચીન નગર ભૃગુકચ્છ ના અંકલેશ્વર- હાંસોટ તાલુકો ભલે માં નર્મદા ના ખોળે વસેલો છે. પણ આજે પણ આ બને તાલુકા માટે તાપી નદી જ જીવાદોરી છે. જ્યાં નર્મદા ના નીર દરિયાઈ ખારાશ ને લઇ ખેતી અને પીવા માટે હાલ બિન ઉપયોગી છે. ત્યાં છેલ્લા 50 વર્ષ થી કેનાલ માર્ગે નર્મદા કિનારાના ગામો સુધી સિંચાઈ અને પીવા ના પાણી પહોંચાડી રહી છે. કાકડા પાડા થી 120 કિ મી નું કેનાલ માર્ગ એ અંકલેશ્વર -હાંસોટ તાલુકામાં 512 કિ મી ના આંતરિક કેનાલ માર્ગ વડે ખૂણે ખૂણે પાણી પહોંચાડી રહી છે. એક તબક્કે દરિયાઈ ખારાશ અંકલેશ્વર હાંસોટ તાલુકા નર્મદા કિનારાના ગામો ખેતી કરવા મુશ્કેલ બની હતી. ત્યાં દરિયા કિનારા ગામ સુધી પહોંચી ધરતી પુત્રો માટે હરિત ક્રાંતિ રૂપ બની છે. આજે તાપી ના નીર થી અંકલેશ્વર -હાંસોટ તાલુકા ના 46656 હેક્ટર માં સિંચાઈ સંભવ બની છે. એટલું જ નહિ તાપી પાણી નર્મદા નદી પાર કરી ભરૂચ ના જી.એન.એફ.સી કોલોની અને કંપની સુધી પહોંચ્યા છે. જેમાં ઝાડેશ્વર ને પાણી જી.એન.એફ.સી દ્વારા અપાઈ રહ્યું છે.
- 46656 હેક્ટર જમીન ખેડૂતો મળતો લાભ
- 50 વર્ષ થી બને તાલુકા માં અવિરત પ્રવાહ
- 149 ગામ મળતું પાણી.
- 4 લાખ કરતા વધુ લોકો માટે પીવાનું શુદ્ધ પાણી
- 512 કિમિ બને તાલુકાના નાની – મોટી કેનાલ ની ઇન્ટરનલ નેટવર્ક
- પાનોલી અને અંકલેશ્વર ઉપરાંત ખરચ તેમજ ભરૂચ કંપની ને મળતું પાણી
તાપી ઉકાઈ જમણા કાંઠા વિભાગ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી , પાનોલી જીઆઇડીસી , હાંસોટ ખરચ સ્થિત બિરલા , ભરૂચ જી.એન.એફ.સી તેમજ હાંસોટ ના નાના મોટા ઉદ્યોગો માટે કરોડો લિટર પાણી જથ્થો પૂરું પાડી ઉદ્યોગો માટે જીવાદોરી સાથે ઉત્પાદન ને વેગ આપી રહી છે.
- ઉકાઈ કેનાલ ની વિવિધ યોજના વડે ગ્રામ્ય કક્ષાએ પાણી મળ્યું
દક્ષિણ બારા શુદ્ધ પાણી પુરવઠા યોજના અંતર્ગત બોઈદરા ,ગડખોલ-દઢાલ, ઉતરાજ – હાંસોટ પાણી પૂરું પાડી ત્યાં થી આજુબાજુ ના 50 ગામો ને પીવા માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા, જીઆઇડીસી નોટીફાઈડ રહેણાંક, ગાર્ડન સિટી , સહીત વિસ્તાર મળી અંદાજે 4 લાખ કરતા વધુ લોકો પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી રહ્યા છે.
- છેલ્લા 50 વર્ષ થી ઉકાઈ જમણા કાંઠા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડે છે.
1975 થી કેનાલ નેટવર્ક શરુ થયું છે. નર્મદા નદી ના ડાબા કાંઠા થઇ ને જ કેનાલ નેટવર્ક પસાર થાય છે. જેને લઇ નર્મદાના કિનારાના ગામો સાથે હાંસોટ ના દરિયા કિનારા સુધી કંટીયાજાળ -સમની સુધી કેનાલ નેટવર્ક છે. 120 કિમિ કાકડા પાડા ઉકાઈ ડેમ થી આવતા નેટવર્ક વડે અંકલેશ્વર હાંસોટ તાલુકા માં 512 કિ મી નું ઇન્ટરનલ નેટવર્ક વડે 46656 હેક્ટર વિસ્તારમાં ખેતી માટે પાણી આપે છે. તો અંકલેશ્વર શહેર , નોટીફાઈડ વિસ્તાર અને ઉદ્યોગો તેમજ વિવિધ યોજના અંતર્ગત વિવિધ ગામોને પીવાનું શુદ્ધ પાણી આપી રહી છે. – એસ.એન. પટેલ , નાયબ કાર્યપાલક ઇજનેર