રાત્રી ના દીપડા એ ધર ના પાછળ ના તબેલા માં પહોંચ્યા બાદ દીવાલ પર ચઢીને બેસી ગયો હતો.
- શ્રમિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી હતી.
- અંકલેશ્વર વન વિભાગ દ્વારા ભાદી ખાતે પાંજરા મુકવાની તજવીજ શરુ કરી હતી.
અંકલેશ્વર ના ભાદી ગામ ખાતે પુનઃ એકવાર દીપડા ની હયાતી સામે આવી હતી. છ મહિના પૂર્વે જ વન વિભાગ દ્વારા ભાદી ગામ ખાતે ટૂંકા અંતર માં બે દીપડા ઝડપી પાડ્યા હતા. જે બાદ ગ્રામજનો એ રાહત અનુભવી હતી. જો કે ગત રોજ પુનઃ એકવાર એક કદાવર દીપડો ગામ ભણી આવ્યો હતો. જ્યાં ગામ ના નવીનગરી વિસ્તાર માં એક મકાન ના પાછળ ના ભાગ રહેલી તબેલા ના વાળા માં ઘુસી ગયો હતો. જ્યાં તબેલા માં બાંધેલી ગાય પર હુમલો કર્યો હતો તો મરઘા ના પીંજારા માં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ત્વરિત મકાન ની વાળા ની સંરક્ષણ દીવાલ પર કૂદકો મારી બેસી ગયો હતો. ગામમાં ઘર સુધી દીપડો આવી ગયો હોવાનો વિડીયો સામે આવતા જ પુનઃ ગામ માં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો દીપડા અંગે જાગૃત નાગરિકો દ્વારા વન વિભાગ ને જાણ કરતા તેઓ દ્વારા પણ વિડીયો આધારે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ શરુ કરી હતી અને ફૂટ પ્રિન્ટ લીધી હતી. તેમજ ગામ નજીક જ્યાં દીપડો નજરે પડ્યો હતો તે વિસ્તારમાં પાંજરા મુકવાની તજવીજ શરુ કરી હતી, આ અંગે તબેલા ના સંચાલક જુબેર ભાઈ ભાદીગર એ જણાવ્યું હતું કે દીપડા એ છેલ્લા એક અઠવાડિયા થી આતંક મચાવ્યો છે. વારંવાર તબેલા નજીક આવી બાંધેલા પશુ ના શિકાર ની કોશિષ કરી રહ્યો છે. આ અંગે વનવિભાગને જાણ કરતા પાંજરા મુકવાની તજવીજ શરુ કરેલ છે.