Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં તાલુકા અને શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રામાં યોજાઈ હતી.અંકલેશ્વર -હાંસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની શહેર માં ભાજપ કાર્યાલય થી નીકળી મુખ્ય બજારમાં ફરી હતી.

ભડકોદ્રા ગામ ખાતે થી તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી ભડકોદ્રા ગામ તેમજ આજુ બાજુ ના ગામ અને નોટીફાઈડ વિસ્તાર માં ફરી હતી. તાજેતરમાં પુલવા હુમલા માં થયેલા શહીદોને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ચૌટા નાકા ભાજપ કાર્યાલય ખાતે થી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા દરમિયાન રસ્તાઓ પર ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જયના નારા ગૂંજ્યા. સહભાગીઓને હાથમાં તિરંગો લહેરાયો રહ્યો. યાત્રા ચૌટા નાકા થી ચૌટા બજાર થઇ મુખ્ય બજાર થઇ ભરૂચી નાકા થી પરત જવાહર બાગ ખાતે પહોંચી યાત્રા પૂર્ણ થઇ હતી.ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહીત પાલિકા અને ભાજપ સંગઠન ના હોદેદારો અને નાગરિકો જોડાયા હતા.આ ઉપરાંત તિરંગા યાત્રા માં તાજેતરમાં પુલવા હુમલા માં થયેલા શહીદોને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

તાલુકા ભાજપ દ્વારા ભડકોદ્રા ગામ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે ભડકોદ્રા ગામ ખાતે થી તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી ભડકોદ્રા ગામ તેમજ આજુબાજુ ના ગામ અને નોટીફાઈડ વિસ્તાર માં ફરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી. 15મી ઓગસ્ટની પૂર્વ ભૂમિકા માં યોજાયેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ દેશદાઝની ભાવના જગાડવા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હતો.

error: Content is protected !!
Scroll to Top