બહારથી આવેલા શખ્સોએ દુકાન ચાલકને માર માર્યો હોવાના સીસીટીવી વાયરલ થયા દુકાનદાર એ બી ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ કરી હતી. પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર શહેર ના પ્રતિન ચોકડી વિસ્તાર માં પોલીસ મથક થી 500 મીટર ના અંતર માં આવેલ પનામા સ્ક્વેર ખાતે રામેશ્વર ફેન્સી સ્ટોરના સંચાલક રામારામ ચૌધરી ગત રોજ બપોરે દુકાન પર હતા. તે દરમિયાન બે ઈસમો તેમની દુકાન માં આવ્યા હતા. અને વાતચીત દરમિયાન કોઈ કારણોસર દુકાનદાર જોડે રક્ઝક કરી દુકાનદાર ને બે ઈસમોએ દુકાન બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાનદાર બહાર ના નીકળતા અંતે દુકાન માં ઘુસી તેને કાઉન્ટર ની આડ માં લઇ માર માર્યો હતો. અન્ય ઈસમો બચાવવા પણ પડ્યા હતા. એ પૂર્વે દુકાનદાર ને માર મારવા નું ચાલુ રાખ્યું હતું દરમિયાન અચાનક દુકાનદાર એ દુકાન શોકેસ નીચે થી તલવાર જેવા હથિયાર કાઢી દોડી આવ્યો હતો જે બાદ હુમલાખોર ઈસમ તેને પકડાતા તેને દુકાન કેશ કાઉન્ટર તરફ હથિયાર ફેંકી દીધું હતું. જે બાદ બને ઈસમો દુકાન માં તો માર્યો છે પણ બહાર મળશે તો બહાર પણ મારી શું કહી ત્યાં થી નીકળી ગયા હતા જે અંગે અંતે દુકાનદાર રામારામ ચૌધરી દ્વારા અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. જો કે ફરિયાદ ના બીજા દિવસે દુકાનદાર દ્વારા સીસીટીવી ફૂટેજ વાયરલ કરતા ઘટના ચર્ચા નો વિષય બની હતી.

