Vaat Ankleshwarni

તાજા સમાચાર

કોસમડી ખાતે આવેલ સ્ટાર ઈંગ્લીશ મીડિયા સ્કૂલ ની બક્ષીસ માં મળેલી જમીન ખોટા ખેડૂત  ખાતેદાર બની અન્ય વેચાઈ હોવાની ફરિયાદ કરાઈ છે.

શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા એન કલેકટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી સીટ ની રચના કરી તપાસ કરવા માંગ કરી છે. 

અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે સર્વે નંબર 554 પર સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ આવેલ છે. જેનું સંચાલન રાષ્ટ્રીય સાંસ્કૃતિક વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે ટ્રસ્ટ ને શાળા માટે કોસમડીના સુલેમાનભાઈ ઉનીયા દ્વારા સર્વે નંબર 554 પૈકી 2 એકર જમીન બક્ષિસ માં સને 2008 માં આવી હતી. જે જમીન ખાતૂન હાજી ગુલામ હુસેન અને હાજી મહંમદ હુસેન પઠાણ દ્વારા પોતાની હોવાના દવા સાથે અન્ય ને વેચી દીધી હોવાની ફરિયાદ ટ્રસ્ટ અને શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડા માં કરવામાં આવેલ ફરિયાદ અનુસાર ખાતૂન હાજી ગુલામ હુસેન મૂળ પંજાબ ના અને હાજી મહંમદ હુસેન પઠાણ રાજસ્થાન ના વતની છે. જેઓ એ જુના દીવા ગામ ખાતે સને 2002 માં કોઈના મેળાપીપણામાં ગુજરાત રાજ્યના વતની ના હોવા છતાં ખોટા, બોગસ , બનવાતી પેઢીનામુ બનાવી ગુજરાત ના ગુજરાત ના ખેડૂત ના વારસદાર બની ને ખેડૂત ખાતેદાર બની ખોટા ડોક્યુમેન્ટ આધારે જમીન પોતાના નામે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને જે બાદ તેઓ વેચી દેવામાં આવી છે. ગુજરાત ટેન્ટસી એક્ટ ની કલમ -63 મુજબ ગુજરાત બહાર ની વ્યકતિ ગુજરાત માં ખેતી ની જમીન ધારણ કરી શકતા નથી. છતાં જમીન ધારણ કરી છે. આ અંગે જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડા માં ફરિયાદ કરી સીટ ની રચના કરી તપાસ કરી કસૂરવાર સામે ગુનો નોંધવા માટે ની માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!
Scroll to Top