Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર જીઆઇડીસીમાં અતુલ કંપની નજીક ડમ્પર મોપેડને ટક્કર મારતા એક ઈસમનું મોત એક ઈસમ ઘાયલ થયો હતો.

  • બંને ઈસમો સુરત થી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામ અપડાઉન કરતા હતા.
  • ⁠જીઆઇડીસી પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી હતી. 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કર માં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારી (રહે. સુરત)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો સાથી ફારૂક કાળુભાઈ મહેતાને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બંને ઈસમો સુરત થી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામ અપડાઉન કરતા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો.અકસમાત ની જાણ થતાં જ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે.

error: Content is protected !!
Scroll to Top