નવા તળાવના પાણીનો લોકો ઉપયોગ કરે છે. વન વિભાગ દ્વારા મગરને પકડવા પાંજરા મુકવા ની કવાયત શરુ કરી હતી

વાલિયા તાલુકાના વટારીયા ગામ ખાતે નવા તળાવ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તળાવ માં વિશાળકાય મગર હોવાનો વિડીયો સામે આવ્યો છે. એક ઈસમ દ્વારા તળાવ ના બનાવેલ વિડીયો માં મગર તળાવ મધ્ય માં તરતો જોવા મળ્યો હતો. જે પાણી લટાર મારતો મગર ની વાત ગામમાં ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો વટારીયા નજીક મગર ક્યાંથી આવી પહોંચી હશે તે તપાસનો વિષય બન્યો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરતા તેઓ દ્વારા વિડીયો મેળવી સ્થળ તપાસ કરી મગર ની હયાતી અંગે ચકાસણી કરી હતી તેમજ સ્થળ પર લોકો ની ફરિયાદ આધારે મગર પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવા તળાવ માંથી ગ્રામજનો ખેતી સહીત અન્ય કામો માટે પાણી નો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મગર ની હાજરી લઇ લઇ ગ્રામજનો તળાવ નજીક જતા ડરી રહ્યા છે.

