Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.

  • પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત પાલિકા ના સભ્યો અને વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.
  • ⁠અંકલેશ્વર શહેર દેશભક્તિ ના રંગે રંગાયું હતું.
  • ⁠30 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રાનું ઇ.એન.જીનવાલા હાઇસ્કૂલ ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રા ની શરુઆત ‘ભારત માતા કી જય’ અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિ ના રંગે રંગાઈ ગયું હતું. અને યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રા માં પોલીસ વિભાગ , વોહરા સમાજ ની વિશેષ બેન્ડ, તેમજ 30 ફૂટ કરતા લાંબા રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ નીકળી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં નગર પાલિકા ના સભ્યો ,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગર પાલિકા ના કર્મચારી સહિતના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા

error: Content is protected !!
Scroll to Top