Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા  મશાલ રેલી યોજાઈ હતી

શહેર ભાજપ ઉપરાંત આરએસએસ, વીએચપી, બજરંગદળ અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મશાલ રેલી મુખ્ય માર્ગો પરથી પસાર થઇ રામકુંડ ખાતે સંપન્ન થઇ હતી. 

14 ઓગસ્ટ 1947 ની સાલમાં આપણું અખંડ ભારતનું વિભાજન થયું હતું.ફરીથી ભારત અખંડ અને એક બને તેવી સંઘના સ્વયંસેવકો સંકલ્પ લે છે.જેમાં 14 તારીખના રાત્રીના 12 વાગ્યાને 1947 માં ભારત દેશના ભાગલા પડ્યા હતા. ત્યારથી દિવસે કાળો દિવસ કહેવાય છે.એ અગાઉ પણ આપણો દેશ ઘણા વિસ્તારોમાં વિભાજિત થયો છે.દેશને 15 મી ઓગસ્ટ 1947 માં આઝાદી મળી પરંતુ પહેલા આપણે દેશ કેટલાય ભાગમાં વિભાજિત થઈ ગયો હતો.આ અખંડ ભારત ને ફરીથી અખંડ બનાવવા દેશના દરેક દેશવાસી એક થઈ ભારત દેશને ફરી અખંડ અને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કામ કરવું જોઈએ. પ્રતિવર્ષની જેમ અખંડ ભારત સંકલ્પ દિવસની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બૌદ્ધિક અને મશાલ રેલી દેશ ના દરેક પ્રાંત,વિભાગ,જિલ્લા અને તાલુકાઓમાં આયોજિત કરવામાં આવે છે. જેના ભાગ રૂપે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ ,શહેર ભાજપ અને બજરંગદળ દ્વારા એક મશાલ રેલી નું આયોજન કરવામાં  આવ્યું હતું. શહેર ના  ત્રણ રસ્તા સર્કલ થી વંદે માતરમ,ભારત માતાકી જય ના નારા સાથે નીકળેલી .આ મશાલ રેલી જાહેર માર્ગો પરથી પસાર થતા રાષ્ટ્રભક્તિના માહોલથી નગરજનો પણ સ્વેચ્છાએ જોડાયા હતા.અને રામ કુંડ ખાતે સંપન્ન થઇ હતી, વી.એચ. પી. પ્રમુખ ધનંજય પટેલ, વિભાગ ધર્મ જાગરણ સંયોજક રામેદવ ભાઈ, પટેલ, આર.એસ.આઈસ. અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક, પરેશ પટેલ  શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, સહીત શહેર ભાજપ, પાલિકા સભ્યો આરએસએસ વીએચપી અને બજરંગદળ ના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!
Scroll to Top