ઝઘડિયાના જૂની તરસાલી ગામે ઘાટ લગાવી બેસેલો મગર કૂતરાને પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નદી કિનારે રમી રહેલા બે શ્વાન માંથી એક મગરે પોતાનો શિકાર બનાવ્યો છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નદી કિનારે બે શ્વાન રમી રહ્યા હતા. અચાનક નદીમાંથી આવેલા મગરે એક શ્વાનને પાણીમાં ખેંચી તેનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. ઝઘડિયા વિસ્તારમાં અગાઉ પણ મગરના હુમલાના કિસ્સાઓ નોંધાયા છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે મગરને પકડવા માટે પાંજરું મૂકવાની માંગણી કરી છે.

