Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

સરદાર ભવન, જીઆઇડીસી થી પ્રારંભ થયેલ આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લીધો.

ટ્રસ્ટ છેલ્લા 11 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. રથયાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક કર્યો ની 50 થી વધુ ટેબ્લો ની રજૂઆત કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વધામણા લીધા કર્યા હતા. કાર્યક્રમમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ જાગાણી અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સુરેશભાઈ દેવાણી સહિત સમાજના અન્ય આગેવાનો હાજર રહ્યા.આ રથયાત્રા જીઆઇડીસી સરદાર ભવન થી નીકળી જીઆઇડીસી માં સરદાર પાર્ક, ગટ્ટુ ચોકડી , જોગર્સપાર્ક, માનવ મંદિર , નવસર્જન ચોકડી સહીત વિવિધ વિસ્તારોમાં ફરી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું

error: Content is protected !!
Scroll to Top