Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.

  • ઈજા પામેલ બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
  • પુરપાટ કાર ચાલક ડિવાઈડર કુદાવી રોડ ક્રોસ કરવા જતા બાઈક સવારને ટક્કર મારી હતી.
  • બી ડિવિઝન પોલીસ મથક નજીક બનેલી ઘટના કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

અંકલેશ્વર માંથી પસાર થતા જુના નેશનલ હાઇવે નંબર 48 પર પ્રતિન ચોકડી નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બેફામ કાર ચલાવી રહેલા ઈસમ અચાનક ડિવાઈડર પર કાર ચઢાવી ને રોડ ક્રોસ કરવાની કોશિષ માં બાઈક ચાલક ને જોરદાર ટક્કર મારી ફંગોળી દીધો હતો. રોડ પર બાઈક સાથે પટકાયા ઈસમ ને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં સ્થાનિક લોકો દોડી આવ્યા ગભરાયેલ કાર ચાલક પોલીસ સ્ટેશન પાસે જ કાર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘાયલ ઈસમ ને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે બેફામ રીતે કાર હંકારનાર ઈસમ સામે લોકોમાં રોષ ફેલાયો હતો

error: Content is protected !!
Scroll to Top