- મટુકી ફોડ સહીત પાલના ઝૂલવા ના કાર્યક્રમ યોજાયા હતા.
- રાત્રી ના ભક્તોએ પાલના ઝુલાવી ધન્યતા અનુભવી હતી.
- અંકલેશ્વર જીઆઇડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં ભક્તિ ની ભીડ જામી હતી. વરસતા વરસાદ વચ્ચે અંકલેશ્વર સમડી ફળીયા, માર્કેન્ડેશ્વર મહાદેવ, પંચાતીબજાર, ડરુ ફળીયા , કંસાર ફળીયા, કબીર મંદિર સહીત વિવિધ વિસ્તારમાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાવિક ભક્તો એ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલનગારા ના નાંદ સાથે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અંકલેશ્વરમાં ઘરે-ઘરે કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલી હવેલી તેમજ મંદિરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ભારે ઉલ્લાસભેર ઉજવ્યો હતો. અંકલેશ્વર પંચાતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર ખાતે જોકે પ્રતિવર્ષની પરંપરા મુજબ શ્રીકૃષ્ણના જન્મ અને અલૌકિક શણગાર વડે કરવામાં આવ્યો હતો. બાળ કૃષ્ણના જન્મનો પ્રસંગ ભાવિક ભક્તો માટે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમડી ફળીયા ખાતે આવેલ આવેલ વૈષ્ણવ સંપ્રદાય ની ગોવર્ધનનાથજી હવેલી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી ત્યાં ચાલી રહેલા હિંડોળા ઉત્સવ અંતર્ગત ભગવાનના હિંડોળા સાથે જન્મોત્સવ ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ ભાગ લીધો હતો. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઇડીસી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

