Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ હોવાની આશંકા સેવાઇ રહી છે.

અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિક ની મદદથી 24 કલાક ઉપરાંત થી ચાલી રહેલી શોધખોળ ચાલી રહી છે છતાં યુવાન ની કોઈ ભાળ મળી નથી.

  • યુવકનો મોબાઇલ અને ચપ્પલ નદી કિનારેથી મળી આવતા પરિવાર દ્વારા નર્મદા નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

અંકલેશ્વર તાલુકાના નવી દીવી ગામ ખાતે રહેતો એક યુવક ગત રોજ બપોરે બોરભાઠા ગામ ખાતે આવેલ નર્મદા કિનારે ચપ્પલ અને મોબાઈલ ત્યજી ગાયબ થઇ ગયા હતો. કિનારે ચપ્પલ અને મોબાઈલ મળી આવતા નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. વાત વાયુવેગે ગામમાં ફેલાતા લોક ટોળા ઉમટી પડ્યા હતા. ઘટના અંગે ની જાણ પરિજનો ને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે પાલિકા ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિકો ની મદદ લઇ નર્મદા નદી માં ધનિષ્ઠ શોધખોળ શરુ કરી હતી. જો કે આજે 24 કલાક વીતી જવા છતાં હજુ સુધી યુવક નો કોઈ અતોપતો લાગ્યો નથી. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા પણ સ્થળ તપાસ કરી હતી તો પ્રાથમિક જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી.

error: Content is protected !!
Scroll to Top