પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળા પાસે જમીન ધસી પડવાથી આ ભુવો સર્જાયો હતો. જેમાં કાર સમાઈ એવો ભુવો જોવા મળ્યો હતો.

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર ઉતરાજ ગામ નજીક ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગને અડીને એક મોટો ભુવો પડ્યો છે. આ ભુવો એટલો મોટો છે કે તેમાં એક આખી કાર સમાઈ જાય તેમ છે. પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળા પાસે જમીન ધસી પડવાથી આ ભુવો સર્જાયો છે. આ માર્ગ પરથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં ભુવો દેખાતો ન હોવાથી મોટા અકસ્માતની શક્યતા રહેલી છે. સ્થાનિક ગ્રામજનો એ ભુવા નું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે. આ માર્ગ સુરત સુધી જોડાયેલો હોવાથી વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વનો છે. સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

